વાંકાનેર પંથકમાં અપમૃત્યુના બે બનાવો સામે આવ્યા છે, જેમાં પ્રથમ ઠિકરીયાળા ગામની સીમમાં હાઇવે પર એક યુવાને ઝેરી દવા ગટગટાવી હોય જ્યારે બીજા બનાવમાં રાતાવિરડા ગામની સીમા યુવાને ઝેરી દવા ગટગટાવી લેતા બંનેના સારવાર દરમિયાન મોત થતા આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…..
પ્રથમ બનાવમાં રાજકોટ-ચોટીલા હાઇવે પર જેટકો સબ સ્ટેશન સામે મનવીરભાઈ બાબુભાઈ ધોરીયા (ઉ.વ. ૨૮, રહે. ઠીકરીયાળા) નામના યુવાને રાત્રિના સમયે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા તેને તાત્કાલિક સારવાર અર્થે કુવાડવાની ગિરિરાજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોય, જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાતા સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું, જ્યારે બીજા બનાવમાં રાતાવિરડા ગામની સીમમાં આવેલ અવલ્ટા સીરામીક નામના કારખાનામાં રહી કામ કરતા વિજયભાઈ કરમશીભાઈ જખવાડિયા (ઉ.વ. ૨૭, રહે. ડુંગરપુર તા. હળવદ) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા કે એસિડ પી આપઘાત કરી લીધો હતો….