
મોરબી જીલ્લોએ ઐતિહાસિક ધરોહર છે, ત્યારે સાંસ્કૃતિક અને ઐતિહાસિક રીતે મહત્વના સ્થળ એવા વાંકાનેર ખાતે સરકારના પશુપાલન વિભાગ તથા કાઠીયાવાડી હોર્સ બ્રિડર્સ એસોસિએશન ગુજરાતના સંયુક્ત ઉપક્રમે વાંકાનેરના રાજવી સ્વ. ડો. દિગ્વિજયસિંહ ઝાલાની સ્મૃતિમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ ત્રિદિવસીય કાઠિયાવાડી મારવાડી અશ્વ પ્રદર્શન – રમતોત્સવ ‘કામા અશ્વ શો’ નો આજથી મહાનુભાવોના હસ્તે વિધિવત પ્રારંભ થયો છે….


આ કાર્યક્રમમાં બીમાર ઘોડાઓને હેરાન ન કરવામાં આવે તે માટે સ્પર્ધા પહેલા બ્લડ સેમ્પલ અને યોગ્ય તપાસ બાદ ૩૦૦ થી વધુ રજીસ્ટ્રેશન પૈકી ૨૫૦ જેટલા ઘોડાઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. આ સાથે જ મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજકોટ પોલીસ માઉન્ટના અશ્વ સવાર પોલીસ જવાનોએ કરતબ પ્રદર્શન કર્યું હતું અને શ્રેષ્ઠ અશ્વ શણગાર સ્પર્ધા પણ યોજાઇ હતી. મહાનુભાવોના હસ્તે અશ્વ વિશેની માહિતી આપતા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું….


અશ્વ શોના આજે પ્રથમ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણી, શિક્ષણમંત્રી રિવાબા જાડેજા, વિધાનસભા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, પશુપાલન નિયામક ડો. ફાલ્ગુની ઠાકર, વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામક ડો. ભરતસિંહ ગોહિલ, જસદણ સ્ટેટ સત્યજિતકુમાર ખાચર, આચાર્ય ઘનશ્યામજી મહારાજ, વાંકાનેર પ્રાંત અધિકારી વિપુલ સાકરીયા, મામલતદાર કે.વી. સાનિયા, કાઠિયાવાડી હોર્સ બ્રીડર એસોસિએશનનાશ્રી અજીતસિંહ ગોહિલ સહિત કાઠીયાવાડી મારવાડી અશ્વ શોના પદાધિકારીઓ તથા અશ્વપાલકો અને નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



