મહારાષ્ટ્રના કથાકાર રામગીરી મહારાજ દ્વારા પોતાની કિર્તન સભા દરમ્યાન ઇસ્લામ ધર્મના મહાન પયંગબર સાહેબ તથા ઇસ્લામ ધર્મ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરતો એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયો હોય, જેનાથી ધાર્મિક લાગણી દુભાતા આ બાબતે આજરોજ વાંકાનેર સીટી તથા તાલુકા એમ બંને પોલીસ સ્ટેશન ખાતે આરોપી સામે પોલીસની સત્તા મુજબ 0 નંબરથી ફરિયાદ નોંધાવા અરજી કરવામાં આવી છે….
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મહારાષ્ટ્રના કથાવાચક રામગીરી મહારાજ (રહે. શ્રી રામપુર, વન્જાર ગામ, ઔરંગાબાદ) દ્વારા તેની મહારાષ્ટ્રના નાશીક જીલ્લાના શાહપંચાલ ગામે એક કિર્તન સભા દરમ્યાન ઇસ્લામ ધર્મના મહાન પયગંબર સાહેબ તથા ઇસ્લામ ધર્મ વિરૂદ્ધ અપમાન જનક ટીપ્પણીઓ કરવામાં આવી હોય, જેનાથી કથાકાર ૨ામગીરી માહારાજે સમ્રગ દેશમાં મુસ્લીમો અને ઈસ્લામ ધર્મ વીરૂધ્ધ દ્વેષની લાગણી ફેલાવીને વિવિધ સમુદાયો વચ્ચે વેરભાવના ઉભી કરી દેશની શાંતી તથા કાયદો વ્યવસ્થાને ડહોવાનો પ્રયત્ન કર્યો છે.
બાબતે આ અપમાનજનક ટીપ્પણીઓના કારણે મહારાષ્ટ્રમાં વિવિધ જગ્યાએ મુસ્લીમો અને સામાજીક કાર્યકરો
દ્વારા દેખાવો અને રેલીઓ પણ યોજવામાં આવી હોય, જે બાદ મહારાષ્ટ્રના કોંઢવા પોલીસ સ્ટેશન (પુને) ખાતે રામગીરી મહારાજ વિરૂધ્ધ એફ.આઈ. આર. નં. ૯૬૬/૨૪ હેઠળ ભારતીય ન્યાય સંહીતા હેઠળ કલમ ૧૯૨, ૧૯૬, ૧૯૭, ૨૯૯, ૩૦૨,૩૫૩ (૨), ૩૫૬ (૨) અને ૩૫૬ (૩) મુજબ ગુનો નોંધાયો છે.
જેથી આ મામલે ફરિયાદી આબીદહુશેન શેરસીયા દ્વારા વાંકાનેર સીટી પોલીસમાં તથા ફરિયાદી રૂકમુદ્દીન માથકીયા દ્વારા વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ અરજી આપી આરોપી સામે તાત્કાલિક પોલીસની સત્તા મુજબ 0 નંબરથી ફરિયાદ નોંધાવા માંગ કરી છે. આ તકે એડવોકેટ શકીલ પીરઝાદા, એહમદભાઈ માથકીયા, રજાકભાઈ કડીવાર ઉપસ્થિત રહ્યા હતા….