હિંદુ-મુસ્લિમ કોમી એકતાના પ્રતિક સમા શહેનશાહ-એ-વાંકાનેરના ઉર્ષની પરંપરાગત ઉજવણી કરાશે….
વાંકાનેર શહેર ખાતે આવેલ ઐતિહાસિક હઝરત શાહબાવા દરગાહ ખાતે દર વર્ષે રમઝાન ઈદના બીજા દિવસે ઉર્ષની શાનો સોકતથી પરંપરાગત રીતે શાનદાર ઉજવણી કરવામાં આવી છે, જેમાં આ વર્ષે પણ આવતીકાલના રોજ ઉર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે..…
વાંકાનેરની ઐતિહાસિક દરગાહ હઝરત શાહબાવા(રહે.) ખાતે રમઝાન ઈદના બીજા દિવસે એટલે કે આવતીકાલ શુક્રવારના રોજ ઉર્ષની ઉજવણીમાં સવારે 10 કલાકે હઝરત શાહબાવાના ગાદી, તકિયા અને ધોકો(અશો)ની યાદી સ્વરૂપે વિશાળ ઝુલુસ વાંકાનેરના રાજમાર્ગો પર કાઢવામાં આવશે, જે શાહબાવા દરગાહ ખાતે પુરૂ કરી ત્યા ચાદર ચડાવી સલામ બાદ ન્યાઝ વિતરણ કરવામાં આવશે. જેથી આ ભવ્ય ઉજવણીમાં તમામ અકિદતમંદોને જોડાવા ઉર્ષ કમિટી દ્વારા અપિલ કરવામાં આવી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65