વાલીઓએ તા. ૧૪ થી ૨૬ માર્ચ સુધી ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે, ગત વર્ષ કરતાં આ વર્ષે બેઠકોનો ઘટાડો…
મોરબી જિલ્લામાં આજથી વિનામૂલ્યે ખાનગી શાળાઓમાં ગરીબ બાળકોને પ્રવેશ માટે આઇ.ટી.ઇ. હેઠળ ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં 2024-25ના શૈક્ષણિક વર્ષમાં રાઈટ ટુ એજયુકેશન એકટ હેઠળ ધો.1માં પ્રવેશ મેળવવાના ફોર્મ આજથી ઓનલાઈન ભરી શકાશે. શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા પ્રવેશ કાર્યક્રમ પ્રમાણે 26 માર્ચ સુધી આર.ટી.ઈ. પ્રવેશ માટેની વેબસાઈટ પર વાલીઓ પોતાના ફોર્મ ભરી શકશે…
આ વર્ષે ધો.1માં પ્રવેશ માટે 1 જૂન 2024ના રોજ વિદ્યાર્થીએ 6 વર્ષ પૂરા કરેલા હોય તે જરુરી છે. ગત વર્ષે આ નિયમના કારણે વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. જોકે આ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થાય તેવી શકયતાઓ છે. આ વર્ષે મોરબી જિલ્લામાં કુલ 594 વિદ્યાર્થીઓને આઇ.ટી.ઇ. હેઠળ પ્રવેશ આપવામાં આવશે. જેથી વાલીઓએ પોતાના બાળકના આર.ટી.ઇ. હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન પોર્ટલ પર જરૂરી પુરાવાઓ સાથે અરજી કરવાની રહેશે…