વાંકાનેર શહેરના મુખ્ય માર્ગો તથા મીલપ્લોટ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો પર પાલિકાનું બુલડોઝર ફર્યું….
આગામી દિવસોમાં દિવાળીના તહેવારો આવી રહ્યા હોય, ત્યારે વાંકાનેર નગરપાલિકા દ્વારા શહેરભરમાં દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેમાં પાલીકા દ્વારા અગાઉ દબાણકર્તાઓને નોટિસો આપ્યા બાદ પણ સ્વેચ્છાએ દબાણો ન હટતા આખરે વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયા અને તેમની ટીમ દ્વારા દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરી ગઇકાલે સાંજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે…
વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયા દ્વારા અગાઉ અનેકવાર દબાણ કર્તાઓને નોટિસો આપવામાં આવેલ હોવા છતાં દબાણ કર્તાઓ પાલિકાની નોટીસોને નજર અંદાજ કરતા હોય અને અનઅધિકૃત રીતે નગરપાલિકાની જગ્યામાં જે દબાણો કરવામાં આવેલ હોય તેવા દબાણ કર્તાઓએ સ્વેચ્છાએ દબાણ દૂર કરવામાં નિષ્ફળ રહેતા નગરપાલિકા દ્વારા વાંકાનેર શહેરના લક્ષ્મીપરા, મિલપ્લોટ, નવાપરા તથા પંચાસર રોડ સહિતની જગ્યાએ ચુસ્ત બંદોબસ્ત સાથે જેસીબી, ટ્રેકટરો વડે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ આગામી દિવસોમાં પણ પાલીકા દ્વારા આવી જ રીતે સમગ્ર શહેરમાં ગેરકાયદેસર દબાણો પણ બુલડોઝર કામગીરી કરવામાં આવશે તેમ ચિફ ઓફિસરશ્રીએ જણાવ્યું છે….