આગામી રવિવારના રોજ વાંકાનેર વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નગરપાલિકા તેમજ ચંદ્રપુર તાલુકા પંચાયતની બેઠક માટે પેટા ચૂંટણી યોજવાની હોય, જેના માટે મતદાન પુર્વે વાંકાનેર પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરી કાયદો વ્યવસ્થાની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું….
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર ડિવિઝનના ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી તેમજ તાલુકા પોલીસ કાફલા દ્વારા આજરોજ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતદાન પુર્વે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેમજ ચુંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે અનુસંધાને વાંકાનેર શહેરમાં નગરપાલિકાના અલગ અલગ વોર્ડ, ચંદ્રપુર ગામ તેમજ ભાટીયા સોસાયટી ખાતે મુખ્ય માર્ગો પર ફ્લેગ માર્ચ/ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, આ ફુટ પેટ્રોલિંગમાં એક ડીવાયએસપી, ત્રણ પીઆઇ, સાત પીએસઆઇ, 70 પોલીસ જવાનો તથા 52 હોમગાર્ડ, સાત એસઆરપી જવાનો જોડાયા હતા….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm