વાંકાનેર પંથકમાં પશુપાલકોના ઘરે તથા વાડામાં બાંધેલા ઘેટા-બકરાની રાત્રિના સમયે ચોરીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે આ ઘેટા-બકરા ચોર ગેંગ દ્વારા વાંકાનેરના અમરસર ગામે ખેડૂતના ફળિયામાં ખુલ્લા સેડમાં બાંધેલા છ બકરા તથા એક ઘેટાની ચોરીનો બનાવ સામે આવ્યો છે, જેમાં અજાણ્યા ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના અમરસર ગામ ખાતે રહેતા ખેડૂત અને પશુપાલક હુસેનભાઇ અબ્દુલભાઈ ખોરજીયાના ઘરે ફળિયામાં ખુલ્લા સેડમાં બાંધેલા છ બકરા (કિંમત રૂ. ૯,૦૦૦) અને એક ઘેટાં (કિંમત રૂ. ૨૫૦૦)ની કોઈ અજાણ્યા ઇસમો દ્વારા રાત્રીના સમયે ઘરની દીવાલ કુદી પ્રવેશ કરી ચોરી કરી લઈ જતા, આ મામલે વાંકાનેર સિટી પોલીસમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે…